પોતાનું પાસું સદ્ધર – ઊંચું બતાવવાની આદત આમ તો મનુષ્યમાત્રમાં હોય છે, પણ સ્ત્રીઓમાં એ થોડી વધારે. ‘મેલો ને યાર એની વાત, મારું તો જીવતર એણે ધૂળધાણી કર્યું છે !’ એમ પોતાની પત્ની વિષે નિખાલસપણે કહી, મિત્ર સાથે અડધી ચા મારી લઈ થોડો થાક ખાઈ લે, તે પુરુષ ! સ્ત્રીઓનું કામકાજ જરા અલગ.
ખાનગીમાં તો પતિનો ભરડીને ભુક્કો કરી નાંખતી હોય, એ પત્નીએ બીજી સ્ત્રીઓ સામે ‘અમારા એ’નું નીચું ના પડવા દે. બીજાંઓને દેખતાં જ ‘અમારા એ’ની વિશિષ્ટતાઓ રજૂ કરવાની ભરતી સ્ત્રીઓમાં ચડી આવતી હોય છે, એ વાસ્તવિકતાથી કેટલે દૂર પહોંચાડી દે છે ! આ રમીલાબેનને જ જુઓ, એમના એ એટલે કે ચંદુભાઈ વિશે એ શું માને છે !
‘રમીલા…. રમીલાઆઆ….. કહું છું બારણું ખોલ, જલ્દીઈઈઈએ…’
‘અરે પણ આમ હડકાયું કૂતરું વાંહે પડ્યું હોય, એમ બારણાં શું ઠબઠબાવો છો ! સ્ટોપર ખુલ્લી છે. બારણું અંદરની બાજુ ઊઘડે છે, ને તમે બહારની બાજુ તાણો છો, મગજ ગિરે મેલ્યું છે ? અરે….. અરે….. આમ લથડિયાં કેમ ખાવ છો ? આ તમારું નાક….’
‘શાક….’
‘શાક તો ખરું, પણ આ નાક કેમ સૂજીને ટામેટા જેવું થઈ ગયું છે ? ને આ ઝભ્ભો કોણે ફાડ્યો ? ચાર આના ઓછા કરાવવા શાકવાળા જોડે બાખડ્યા કે ગાયે શિંગડે ચડાવ્યા ?’
‘પ….પોલીસ…’
‘પોલીસ ?’
‘આ તારા શાકની દીવાસળી મેલવા ગયેલો, ત્યાં કરફ્યુ લાગી ગયો. મેં ના પાડેલી, તોયે તેં મને ધકેલ્યો, નિર્દય !’
‘સાવ રહ્યાને મૂજી જેવા ! આટલું ઝુડાયા તોયે કરફ્યુપાસ ના બતાવ્યો ?’
‘પાસ….ઓહ ! કાંઈ બોલું એ પહેલાં તો એ પોલીસે નાક પર સીધો ગડદો જ મારી દીધો ! ને….. ચક્કર ચડી ગયા પછી તો એણે મને ઘોડો બનાવી, કોણ જાણે કેટલીયે લાકડીઓ…. ઓહ….! ગડથોલું ખાઈને હું પડ્યો ને… ઝભ્ભામાંથી પાસ બહાર પડ્યો, ત્યારે એણે જાતે જ વાંચ્યો…ને…..પછી કહે, સૉરી તમે ખોટા ઝુડાઈ ગયા !’
‘અક્કરમીનો પડિયો કાણો, બીજું શું ?’
‘જઅઅ….જબાન સંભાળીને બોલજે હોં, જો મારો પિત્તો જશે તો….’
‘તો ? તો શું કરી લેશો ?’
‘તો….અમમ….. આ….બા… બારણું કોણ ઠોકે છે, જરા જો તો !’
‘બારણું તો ખોલું છું, પણ આમ માળિયે કેમ સંતાવ છો ?’
‘પઅઅ…. પોલીસ !’
‘અરે, મંજુલાબેન….તમે ? આવો….આવો….’
‘રમીલાબેન, બળ્યું…. આ કરફ્યુએ તો અડધાં ગાંડાં કરી મેલ્યાં છે, હોં ! ઘરમાં શાકપાંદડુંયે નથી, ને એકદમ કરફ્યુ થઈ ગયો, બોલો ! અમારા એ તો…. ઓઢીને સૂઈ ગયા છે આરામથી. એમને તો આખી દુનિયા ડૂબે તોયે પેટનું પાણી ના હાલે. પહેલેથી જ મજબૂત મનના !’
‘ખોટું ના લગાડતાં મંજુલાબેન, પણ ઘરમાં ભરાઈ રહેવાથી મજબૂત મનના થવાતું હશે ?’
‘હા જ તો ! એ તો ત્રણ દા’ડા ભૂખ્યા રહેવું પડે, તોયે ઢીલા ના પડે, બહુ કાઠા મનના ! કરફ્યુને લીધે લોકો નોકરીમાં બે દા’ડાની રજા મેલે, ત્યાં અમારા એ તો સીધી પંદર દા’ડાની રજા ઠબકારે ! એ તો કહે, નોકરી જાય તો જાય, આપણે કાંઈ નોકરી પર બેઠા છીએ ! લાત મારીને પૈસા પેદા કરી લઈએ !’
‘એ તો બધાં વાતોનાં વડાં ! અમારા એ તો ઘરકૂકડીની જેમ કદી ઘરમાં ન ભરાઈ રહે. આટલા કરફ્યુમાંયે અમારા એ તો…. વટથી તાજાં શાક લઈ આવ્યા. જુઓ, આ ભીંડા કેટલા કૂણા છે, છે કે નહીં ? ને આ દૂધી, અમમ… દૂધી અથડાકૂટમાં થોડી બટકાઈ ગઈ છે, પણ…. મૂઠિયાંમાં છીણીને નાંખી દઈશું….!’
‘આવામાં શાક લઈ આવ્યા ? જાતે જઈને ?’
‘નહીં ત્યારે ? અહીં પોળવાળાં તો ‘ના જશો, ના જશો’ કરતાં રહ્યાં, મેંય ના પાડેલી, પણ અમારા એ કોઈને ગાંઠે ? એ તો ઊપડ્યા રૉકેટની જેમ ! ને…. એ તો ખાડિયામાં ઊછરેલા. એટલે એમને તો…. કરફ્યુ એટલે જાણે કે તહેવાર ! અડધું પોલીસખાતું તો એમને નામથી ઓળખે. ‘ચંદુભાઈ’ કહો એટલે ખલાસ !’
‘એમ ? તો…. અમારા બાબલાની સાઈકલ ચોરાઈ ગઈ છે, એટલે જો…..’
‘હા હા, તમતમારે અમારા એમની ચિઠ્ઠી લઈ જજો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ! કેમ ગયે મહિને પેલાં વીણાબહેનનું ચોરાયેલું પર્સ પાછું નહોતું અપાવ્યું ?’
‘પણ એ તો એમના બનેવીની ઓળખાણથી….’
‘શું ઢેખાળા ? અમારા એ તાત્કાલિક પોલીસ સ્ટેશને ફોન કરી આવેલા !’
‘એમ ! પણ હાલ એ માળિયે કેમ ચડ્યા છે ?’
‘હેં ! અમમ….. હાઆઆ…. હમણાં એ શાક લેવા ગયા, ત્યારે એક નવો પોલીસ ઈન્સ્પેક્ટર ભટકાઈ ગયેલો… અમારા એમણે તો એક વાર કહ્યું કે મગજમારી ના જોઈએ, પણ પેલો નવો, એટલે સમજ્યો નહીં ! એનો બકવાસ સાંભળી અમારા એ તો ઊકળ્યા, ને…. સીધી બે અડબોથ વળગાડી દીધી ! એની બંદૂક પણ પડાવી લીધી, એટલે બંદૂકને તો આવા સમયે માળિયે જ સંતાડવી ઠીક રહે ને ! જો પેલો માફી માગવા આવશે, તો બંદૂક પાછી આપી દઈશું, આપણે શું કરવી છે એની બંદૂક ?’
‘હાય રામ ! ચંદુભાઈને કહો કે આવાં જોખમ ના લે ! સમય બહુ ખરાબ ચાલે છે….’
‘ઘણું કહ્યું બેન, ઘણું કહ્યું ! પણ એ કોઈને ગાંઠે ? આ તો અમદાવાદનાં…. ખાડિયાનાં પાણી, કાંઈ ગાજ્યાં જાય ?’
:- Rohityaa -:
દશેરા પછી દિવાળી ...કેવી આવી મગજ માં .. વિચારો ની .... હોળી...
દશેરા પતી ગયા .... હવે દિવાળી ની રાહ જોવા ની રહી .... આવું બધે લગભગ ચાલતું હસે.. પણ શું ખરેખર આવું જ હસે ના ... એવું કઈ નઈ હોય મને ખબર છે..... કેમ કે આપડે લોકો ટેવાઈ ગયા છીએ .. કેમ કે આપડ ને હવે એવું લાગે છે ..બસ આવું જ થશે ને આપડી ખાસ મિત્ર આળસ રાની આવી જાય છે ને આપડે તેને સરણ થઇ જેઈ છીએ ......
નવરાત્રી ની રાત હતી .. લોકો આસ-પાસ હતા ...એવું લાગી રહયું હતું હજી પણ ... મનસા ને પણ તેને ક્યાં ખબર
હતી કે ..જીવનની આ રાત તેને હમેશા યાદ રહી જનારી રાત હસે ....પણ શું થાઈ ...જેવી પ્રભુ ની મરજી ......
ખાસ કઈ હતું નઈ ગરબા પતાવી ને તે ઘરે જતી હતી ...ત્યાં તેના કાને અવાજ સંભળાયો ... કે ઓયે મનસા તું મને બચાવી લે ઓયે મનસા તું મને બચાવી લે ... મનસા તો ડરી ગઈ હતી કે આ કોણ હસે ..કોનો અવાજ હસે...કોણ મારું નામ આ અજાણ્યા વિસ્તાર માં જાણતું હસે ...ઘણી ડરી ગઈ હતી...
મનસા ને માં યાદ આવી ગઈ ... માં એ કહયું હતું કે ભૂત હોય જે આપડ ને વળગે ને જીવ લઇ ને જાય .......
પછી જે થયું તે ... બધા જોડે આવું થયું હસે ........ કોઈ તમને કઈ કહે ને તેવી કોઈ ઘટના તમારી જોડે બને એટલે તમે .. એવું વિચારો કે હા હવે આવું થશે ..
કેહવા નો મતલબ ફક્ત એટલો છે કે તમે .. .... કોઈ દિવસ એવું ના વિચારો જે કોઈ તમને કહયું ગયું હોય. તેવું થશે જે ને તેવું હોય જ ...એતો ફક્ત એક વાર્તા હોય છે .. બાકી કઈ નઈ ............
આપડા માનસ પતલ પર ઘણી વાર કોઈ વારતા એવી બેસી જાય કે તે જાય નહિ ત્યાં સુધી તમને ચૈન ના પડે ...કે હવે શું તેવું થશે મારી જોડે પણ .... ના એવું કઈ ના હોય તમે ફક્ત કામ કરતા જાવ તમારું કામ થતું જશે.
મતલબ કરો હોળી હોળી હોળી... વિચારો ની કરો હોળી ને પુરો તેમાં તમને ગમતા રંગ રંગ રંગ લાલ પીળો કેસરી ..લીલો.... ગમે તે .. જીવો જીવો અને જીવાદો....................
રોહિત મેવાડા...

Navratri and Hoon ne tu ne aapde badha ne aapdi ankho...
Nai Melu Re Tara Faliya Ma Pag nai Melu
su ko cho yaar Avvu chaltu hase teno kaho yaar
Faliya ma Nai dost Rohityaa staying in Bunglows
lo have su che tamare
aliya
Gujarati Ma Type Karta Var lage che mane
so
mare hamna
Type karvu
Padse
Sunday
Musy be Laghu Varta
Dame Sure
Cia
Take care ..
Ane ha ek vaat
Jai ho mAiya ki.........................
AAVJO NE RAJI REHJO.......................

– મુકુલ ચોકસી --પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો---
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં - રમેશ પારેખ
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ
Subscribe to:
Posts (Atom)